COVID-19 (કોવિડ-19) દરમિયાન ન્યૂહૅમને સલામત રાખીએ
COVID-19 (કોવિડ-19) દરમિયાન ન્યૂહૅમને સલામત રાખીએ
COVID -19 અને તેના પ્રતિભાવમાં લીધેલાં પગલાં ન્યૂહૅમમાં આપણને સૌને પ્રભાવિત કરી રહ્યાં છે.
COVID-19 હેલ્થ ચૅમ્પિયન્સ નેટવર્ક, હજારો ન્યૂહૅમ રહેવાસીઓને COVID-19 વિશેના નવીનતમ સૂચન અંગે સંપૂર્ણપણે માહિતગાર રહેવા માટે ક્ષમતા પૂરી પાડે છે. કાઉન્સિલ તમને નવીનતમ સલાહ અને માર્ગદર્શન આપશે જેથી તમે તમારા પરિવાર, મિત્રો અને સમુદાયના અન્ય સભ્યોને વાઇરસ વિશેનાં નવીનતમ તથ્યો સમજવામાં મદદ કરી શકો.
સ્પષ્ટ માહિતી મેળવીને અને અન્યોને આપીને તમે, તમારાં મિત્રો, કુટુંબીજનો અને સમાજના લોકો સમજદારીપૂર્વકના વિકલ્પો પસંદ કરી શકે છે.
COVID -19 હેલ્થ ચૅમ્પિયન બનો
COVID-19 હેલ્થ ચૅમ્પિયન્સ એ ન્યૂહૅમમાં રહેતા લોકો છે. સમાજની કોઈ પણ વ્યક્તિ ચૅમ્પિયનહોઈ શકે છે. તમે એવી વ્યક્તિ હોઈ શકો છો જેને દરેક વ્યક્તિ જાણતી હોય અને જેના પર વિશ્વાસ કરતી હોય. તમે એવી વ્યક્તિ હોઈ શકો છો જે શક્ય એવા કોઈ પણ પ્રકારે બીજાને મદદરૂપ થવા માંગતી હોય, પછી ભલે તમે પ્રથમ વખત મદદરૂપ થઈ રહ્યા હો.
- તમે ચૅમ્પિયન બનવા માટે સાઇન અપ કરો.
- અમે ચૅમ્પિયનોને COVID-19 વિશેની નવીનતમ માહિતી આપીશું.
- ચૅમ્પિયનો આ માહિતી તેમના સમુદાયમાં જે રીતે ઇચ્છે તે રીતે કોઈપણ સાથે વહેંચી શકે છે.
- ચૅમ્પિયનો અમને જણાવશે કે શું કારગર સાબિત થઈ રહ્યું છે અને શું નહિ.
આપણે સાથે મળીને એની ખાતરી કરી શકીએ કે ન્યૂહૅમમાં દરેકની પાસે સલામત અને સ્વસ્થ રહેવા માટે જરૂરી માહિતી છે. આ શક્ય બનાવવા માટે તમારી સહભાગિતા બદલ તમારો આભાર.
COVID-19 હેલ્થ ચૅમ્પિયન માટેનું નોંધણી ફોર્મ
અમારા COVID -19 હેલ્થચૅમ્પિયન મુલાકાતો
સાપ્તાહિક માહિતી સત્રો: બુધવારે સાંજે 7થી 8 વાગ્યા સુધી. એક વાર તમે રજિસ્ટર થાઓ ત્યારબાદ લૉગ-ઑન પૂરું પાડવામાં આવશે.
વધુ તારીખો હવે પછી